Archive | હાઈકુ RSS feed for this section

બે તાન્કા

29 ઓક્ટોબર

દિવસભર

પીવે વારિ, ને રાતે

કાળું ડિબાંગ

અંધારું ઘટઘટ

લાંબેરી નાળિયેરી.

♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣

બીજ ચંદ્રની

નાનકડી શી નૌકા,

ઘનશ્યામલ

નભસાગરે તરે;

મધરાતે – નિરાંતે !

 

– પરાગ ત્રિવેદી ( ‘પરબ’ માંથી)

 

Advertisements

હાઇકુ -ઉશનસ્‌

20 જુલાઈ

પાનખર

ડાળથી છેલ્લું

ખરે પર્ણ,પછીયે

ખરે શૂન્યતા.

[આ હાઇકુમાં પાનખરમાંની શૂન્યતાનું ચિત્ર છે.પર્ણોના અભાવથી વૃક્ષ પર હવે શૂન્યતા છવાયેલી છે,પણ કવિની વિશેષતા એ વૃક્ષ પરથી હજુયે પર્ણને બદલે શૂન્યતા ખરી રહી હોય એવું બતાવવામાં આવ્યુ છે.અહીં કવિ પાનખરની ભેંકારતોનો પણ અબુભવ કરાવે છે.]

મધ્યાહ્‍ન

મધ્યાહ્‍નઃ વડ

નીચે કૂંડાળું વળ્યું

છાયાનું ધણ

[આ હાઇકુમાં મધ્યાહ્‍ને વડના વૃક્ષ નીચે કૂંડાળું વળી બેઠેલી ગાયોના ધણને ચિત્રાંકિત કર્યુ છે.અહીં ગાયોનો સીધો ઉલ્લેખ કરવાને બદલે છાયાના ધણનો ઉલ્લેખ કર્યો છે.વડ નીચેના છાંયા સાથે જાણે એકાકાર થઈ ગયેલી ગાયોનું આ રમણીય ચિત્ર છે.]

શરદ

કાલે ખેતરે

ગાડું; ને આજે તો

ખેતર ગાડે.

[આ હાઇકુમાં ખેતરમાં ઊગેલી પાકની સમૃદ્ધિ ગાડે મૂકીને આવતા ખેડુનું ચિત્ર છે,પહેલાં ખેતરમાં ગાડું ફરતું હતું પણ હવે આખું ખેતર ગાડે ઠલવાયું છે.શરદ ઋતુની ફસલની સમૃદ્ધિનો અહીં ‘ગાડે ખેતર’ના પ્રયોગ દ્વારા સરસ ચિતાર રજૂ થાય છે.’ખેતરે ગાડું’ અને ‘ગાડે ખેતર’ ના શબ્દક્રમની હેરફેરથી કવિએ ચાતુર્યપૂર્વક શરદનું ચિત્ર ઉપસાવ્યું છે.]

-ઉશનસ્‌ [‘સમસ્ત કવિતા’ માંથી]

હાઈકુ

13 જુલાઈ

{૧}

બાપુના ચશ્માં

શોધે છે શહેરમાં

સત્ય અહિંસા

{૨}

ક્ષિતિજ જેમ

ક્યાં સુધી મળીશું

આંખ તરસે

{૩}

ભૂખ મારે છે

દુઃખડા ડરાવે છે

શોધું ખુદાને

-રમેશ ચૌહાણ