Archive | અછાંદસ RSS feed for this section

પ્રેમપ્રીતિ

2 ડીસેમ્બર

ડેરેક વોલકોટ

♣ ♥ ♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥

તારા પોતાના ઘરદ્વારે
તારા ખુદના અરિસામાં
કરીશ સલામ સ્વયં તું ઉત્તેજનાથી
અને મલકાવશે મોં સર્વે,
કરી સુસ્વાગતમ્‌ અન્યનું.
કહીશ,’આવો,બેસો,જમો’
અને કરીશ પ્રેમ ત્રાહિતને ફરી,
સ્વયં જે તું  હતો,
દે દારુ,દે પાઉરોટી,દે દલડું ખુદને તને,
અપરિચિત એ,ચાહ્યો જેણે સદા તને.
જિંદગી સારી,
કરી અવગણના દુજા કાજે,
જાણે પૂરેપૂરો, દિલથી તને,
એમ કર,ફાડી નાખ પ્રેમપત્રો એ બધા
સંઘર્યા હતા અલમારીમાં તે બધા.
તસ્વીરો,નોંધો,સઘળી મરણિયા
ઉખાડી નાંખ,છબી તારી આયનેથી,
માર પલાંઠી ને માણ મિજબાની,
તું જિંદગાની પર.

♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥♣ ♥

કવિશ્રી- ડેરેક વોલકોટ (નૉબલ પ્રાઇઝ વિજેતા કેરેબિયન કવિ)
ગુજરાતી ભાવાનુવાદ – પ્રવિણ પટેલ ‘શશી’ (‘કાવ્યાકાશ’ માંથી.)

Advertisements

વાત હાથ બહાર

28 ઓક્ટોબર

હું રામગિરિ ઊભો કરું છું
એની ઉપર
એક યક્ષને ઊભો કરું છું
અવશ્ય મેં એને શાપિત અને વિરહી રાખ્યો છે
યક્ષ ઊંભો છે ઉદાસ.
હવે હું અષાઢ બેસાડું છું
યક્ષની સામે એક કાળું ડિબાંગ વાદળ ધારું છું
હવે યક્ષ વ્યાકુળ થયો છે
હાથ ઊંચા કરે છે
સંદેશો કહે છે
ગર્જ્યા જે બોલ્યા વગર
જાણે કે સાંભળ્યું ન સાંભળ્યું કરી
પૂરી તુમાખીથી વાદળ ત્યાંથી પસાર થઈ જાય છે.
હવે વાત મારા હાથ બહાર છે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા  ( ‘પરબ’ માંથી)

મનુષ્ય શ્વાનવૃતિ ક્યાંરે બદલશે !

3 જુલાઈ

એક જ મહોલ્લાનાં

પાંચ શ્વાનમાં

ચાર દૂબળા ને એક

સશક્ત

બળિયો જ ફાવે….

શ્વાન અને સમાજમા કોઈ ફરક ?

મનુષ્ય શ્વાનવૃતિ ક્યાંરે બદલશે !

-રમેશ ચૌહાણ

વાહ ! ચાંદ

29 જૂન

વાહ ! ચાંદ

કાળા ભમ્મર

આકાશની બાથમાં

જઈ રૂપાળો

ખીલી ઉઠ્યો ચાંદ !

તેણે ના જોયાં

તેના રૂપ રંગ

જોઈ માત્ર

આકાશની વિશાળતા !

-રમેશ ચૌહાણ

પ્રેમશામક

29 જૂન

આગ લાગે તો

તેને ઓલવવા

મનુષ્યે અગ્નિશામક બનાવ્યા

પણ પ્રેમઅગન લાગેતો !

મનુષ્યની ખરી કસોટી અહીંયા છે

પ્રેમશામક બનાવે તો……ખરો !

-રમેશ ચૌહણ

રાત્રે મુંબઈની સડક પર

12 જૂન

રાત્રે મુંબઈની સડક પર
ભટકતાં ભટકતાં…
એક સ્ત્રી પર નજર ગઈ..
ઓટલા પર સૂતેલા ગરીબોને
રજાઇઓ વહેંચતી હતી…
મોઢા પર પ્રસન્નતાના અદ્‍ભુત ભાવ હતાં
અને આંખોમાં અનેરી ચમક…
મારાથી એને સહજતાથી જ કહેવાઈ ગયું…
“વાહ! ખૂબ સરસ કામ કરો છો તમે..”
તરત જ સામે જવાબ મળ્યો..
“આ સિવાય પણ એક સારુ કામ કરુ છું..”
આંખ મિચકારી બોલી…
“લઈ જઈશ મને.. પંદરસો લઈશ.. ઓન્લી..”

:: સપન ::
૧૮.૦૪.૨૦૧૦

સાભાર : સપન