Archive | વિભાકર ધોળકીયા ‘રસિયા’ RSS feed for this section

મજાનો માર્યો ખરો !

25 નવેમ્બર

વખાનો માર્યો  નથી
વફાનો માર્યો ખરો !

જફાનો હાર્યો નથી
અદાનો માર્યો ખરો !

સર્વદા દર્શ માર્યો નથી
યદાકદા દર્શ પ્યાસો ખરો !

ઘટાનો માર્યો નથી
ઘટાએ ઘેરાયો ખરો !

સજાનો માર્યો નથી
મજાનો માર્યો ખરો !

– વિભાકર ધોળકીયા ‘રસિયા’ ,આદિપુર (કચ્છ)
– ‘આપણી અરસ પરસ’ મેગેઝીન માંથી સાભાર