Archive | રમેશ ચૌહણ RSS feed for this section

ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,

24 જુલાઈ

શ્રી રમેશ ચૌહાણ

ગાંધી  તું હવે ભાષણમાં જ રહી ગયો,
ને    જીવનથી  ઘણો  દૂર  વહી ગયો,

તારા   આદર્શોને   તારા    સિધ્ધાંતોને,
જૂઠો નેતા કેટલી સહજતાં થી કહી ગયો,

ગાંધી   તું  હવે ભાષણમાં  જ  રહી  ગયો,

જોયાં  છે  માર્ગ  પર  મે  સત્ય – અહિંસા,
ને  તેની  ઊપર  ઓવરબ્રિજ  થઈ ગયો,

ગાંધી  તું  હવે  ભાષણમાં  જ   રહી ગયો,

‘ઈન્સાન’ તો ઈચ્છે છે ગાંધી નો સથવારો,
ને  માણસોનો  આદર્શ  ગોડસે  થઈ ગયો,

ગાંધી  તું  હવે  ભાષણમાં  જ  રહી  ગયો,

-રમેશ ચૌહાણ

હાઈકુ

13 જુલાઈ

{૧}

બાપુના ચશ્માં

શોધે છે શહેરમાં

સત્ય અહિંસા

{૨}

ક્ષિતિજ જેમ

ક્યાં સુધી મળીશું

આંખ તરસે

{૩}

ભૂખ મારે છે

દુઃખડા ડરાવે છે

શોધું ખુદાને

-રમેશ ચૌહાણ

મનુષ્ય શ્વાનવૃતિ ક્યાંરે બદલશે !

3 જુલાઈ

એક જ મહોલ્લાનાં

પાંચ શ્વાનમાં

ચાર દૂબળા ને એક

સશક્ત

બળિયો જ ફાવે….

શ્વાન અને સમાજમા કોઈ ફરક ?

મનુષ્ય શ્વાનવૃતિ ક્યાંરે બદલશે !

-રમેશ ચૌહાણ

વાહ ! ચાંદ

29 જૂન

વાહ ! ચાંદ

કાળા ભમ્મર

આકાશની બાથમાં

જઈ રૂપાળો

ખીલી ઉઠ્યો ચાંદ !

તેણે ના જોયાં

તેના રૂપ રંગ

જોઈ માત્ર

આકાશની વિશાળતા !

-રમેશ ચૌહાણ

પ્રેમશામક

29 જૂન

આગ લાગે તો

તેને ઓલવવા

મનુષ્યે અગ્નિશામક બનાવ્યા

પણ પ્રેમઅગન લાગેતો !

મનુષ્યની ખરી કસોટી અહીંયા છે

પ્રેમશામક બનાવે તો……ખરો !

-રમેશ ચૌહણ