Archive | પરાગ ત્રિવેદી RSS feed for this section

બે તાન્કા

29 ઓક્ટોબર

દિવસભર

પીવે વારિ, ને રાતે

કાળું ડિબાંગ

અંધારું ઘટઘટ

લાંબેરી નાળિયેરી.

♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣♥♣

બીજ ચંદ્રની

નાનકડી શી નૌકા,

ઘનશ્યામલ

નભસાગરે તરે;

મધરાતે – નિરાંતે !

 

– પરાગ ત્રિવેદી ( ‘પરબ’ માંથી)

 

Advertisements