Archive | ડૉ.કલ્પેન્દુ વૈષ્ણવ RSS feed for this section

આંખો – ડૉ.કલ્પેન્દુ વૈષ્ણવ

24 જુલાઈ

ડૉ.કલ્પેન્દુ વૈષ્ણવ

રોજ  મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,
હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો.

ચાલતો  રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,
દરિયો   જો  દેખાય  તો વહેમાય છે આંખો.

વાવ્યા’તા   સૂર્યમુખી  ને  ઉગ્યાં  ચોમાસાં,
છતે   પાણીએ   હવે   કરમાય   છે  આંખો.

ઉજાગરા સમી જીન્દગી વેઠવી ક્યાં સુધી,
મરજી   મુજબ   ક્યાં   બીડાય   છે  આં ખો?

-ડૉ. કલ્પેન્દુ વૈષ્ણવ

E mail :- kalpendu.vaishnav (at) gmail (Dot) com

મળે છે

29 જૂન

જળકૃત   ખડક  સમી  મારી     આંખોમાં,
ક્યારેક હજી, તારી યાદના અશ્મિ મળે છે.

શ્રદ્ધા   સાથે  જો   , ઉંડા     ઉતરો        તો
મૃગજળમાંથી    પણ    મોતી    મળે   છે.

ઘેરાય ઘટા ઘનઘોર ને વાય પૂર્વના પવન,
ઝબકે   તારી યાદ     ને માનસ પ્રજ્વળે છે.

શાંતિનો   ભંગ થાય   ને  અશ્રુવાયુ     છૂટે છે,
તારી બેકાબુ યાદો જ્યારે મારામાં ટોળે વળે છે.

ખંડેરમાં    ભેંકારતા  આફરો  ચડાવી  પડી છે,
સૂંવાળો   ઇતિહાસ  ત્યાં કાયમ   સળવળે છે.

દુ:ખ પછી સુખનો નિયમ સત્ય નથી કાયમ,
લાકડુ   બળ્યા પછીનો કોલસો ફરી બળે છે.

જીન્દગી  આખી  તો  રાખ્યો  હતો અંધારામાં,
આખરે   સૌના ચહેરે મારી  ચિતા ઝળહળે છે.

મૃત્યુની     ખીણની  ચિંતા તો  હોય   ક્યાંથી,
જીન્દગીની   ઠોકરની  હજી ક્યાં કળ વળે છે.

-કલ્પેન્દુ વૈષ્ણવ

E mail :- kalpendu.vaishnav (at) gmail  (Dot) com

થયો હશે

25 જૂન

ઉજાગરામાં લથબથ તરફડી રહ્યા છે સ્વપ્નો;
સૂર્ય  સાથે  અકસ્માત  હમણાં  જ થયો   હશે,

પડઘો   પીવા    કોઇ  આટલું  બધું  દોડે  નહી ;
બરફ પીગળવાનો અવાજ રણમાં જ થયો હશે,

ખોતરો હૃદય અને આખી સંસ્કૃતિ મળી આવે ;
એ    માણસ   પળે  પળે   તારાજ  થયો   હશે,

ન હોય આટલો સન્નાટો કોઇ પડઘામાં નહિંતર ;
શ્વાસની  સાંકળ તૂટવાનો  અવાજ  થયો   હશે,

ન  સર્જાય આટલા  વિશાળ રણ એમ ને એમ;
સૂર્ય   સાગરથી   કેટલો   નારાજ   થયો    હશે.

-કલ્પેન્દુ વૈષ્ણવ

E mail :- kalpendu.vaishnav (at) gmail  (Dot) com