Archive | ચંદ્રકાંત અમરેલિયા RSS feed for this section

અટવાણી

5 મે

હોઠે રમતા શબ્દ સર્યા ને,
અટવાણી જીભ અંદર,
ક્ષણભર,હલીચલી ના સદંતર…
ગીત ગુંજતું રહ્યું ગગનમાં,
ઝણકે ઝાંઝર મનમાં,
પચરંગી પટકૂળ સરકતું,
કોરે કેશ પવનમાં,
ઊભી-ઊભી, તે ઊભા મારગે
જડવત મૂંગી મંતર.
ક્ષણભર,હલીચલી ના સદંતર…
સરોવર ઊંચે પાળ હઠીલો,
બેઠો પોપટ ઢીલો,
સહિયર સંગે જળ ભરવાને
કેમ, ચાતરું ચીલો?
ચોરે ચણભણ પંચ-પારખું
કોણ બજાવે જંતર?
અટવાણી જીભ અંદર…

-ચંદ્રકાંત અમરેલિયા (અમદાવાદ)

Advertisements