Archive | અંશકાવ્ય RSS feed for this section

તારો અવાજ ધીમો કર

27 જુલાઈ

સાંભળ     ,  વન    મોરલાના   ટહૂકાર,

બંધ કર કકડાટ,તારો અવાજ ધીમો કર,


થોભ , સાંભળ મંદિરીયાનો શંખનાદ,

બેસ  અહીં , તારો  અવાજ  ધીમો  કર,


સાંભળ   ,   ભમરાના    ગીત    ગુંજન,

ક્યાં જાય છે ? તારો અવાજ ધીમો કર,


જોઈલે ! મૃગજળમાં ઉછળતા મોજા,

નયન  ખોલ, તારો અવાજ  ધીમો  કર,


લ્યો  ! પ્રેમના  ખજાના  ખોલી  નાખ્યા,

લૂંટીલે અંશને ,તારો અવાજ ધીમો કર.


-અંશ

Advertisements

બની ગયો

1 જુલાઈ

આશિષ માંગ્યા તો
શ્રાપ  બની   ગયો

પ્રેમ  માગ્યો   તો
ધૃણા બની ગયો

ક્ષમા માંગી  તો
ક્ષય  બની  ગયો

આભાર માન્યો તો
ભાર   બની  ગયો

નામ   પૂછ્યુ  તો
બદનામ બની ગયો

-અંશ

(કાગળ પર – ૧લી નવેમ્બર ૨૦૦૯)

મને ક્યાં ખબર હતી ?

20 જૂન
પ્રેમમાં પણ નિયમો હોય ? મને ક્યાં ખબર હતી ? પ્રેમ અદ્‍ભુત સુગંધ છે , મને એટલી જ ખબર હતી;   મળવાનું પણ જરૂરી હોય ? મને ક્યાં ખબર હતી ? એકમેકમાં ભળવાનું હોય , મને એટલી જ ખબર હતી;   પ્રેમપત્રો લખવાના હોય ? મને ક્યાં ખબર હતી ? હૈયાના તાર જોડવાના હોય ? મને એટલી ખબર હતી;   ભેટ-સોગાત ધરવાના હોય ? મને ક્યાં ખબર હતી ? કૃષ્ણ-મીરા બનવાનું હોય ? મને એટલી જ ખબર હતી;   પ્રેમમાં પણ દોલત જોઈએ ? મને ક્યાં ખબર હતી ? પ્રેમ જ એક દોલત છે , મને એટલી જ ખબર હતી ;   પ્રેમમાં પણ પુરાવા જોઈએ ? મને ક્યાં ખબર હતી ? પ્રેમ ખૂદ પુરાવો છે , મને એટલી જ ખબર હતી ;   એકલા આવ્યા એકલા જવાના ? મને ક્યાં ખબર હતી ? લીલ તાણી જળ સંગથ સૂકાવાનું,મને એટલી ખબર હતી;   - અંશ