પ્રેમ કરે છે

30 ઓગસ્ટ

કાંટા ક્યાં કોઇની  ઉપર  ઘા  કરે  છે,
માનવ જ માનવતા ઉપર ઘા કરે છે.

આપે  છે લોકો  નાહક  સજા   કાંટાને,
ફૂલો   ક્યાં  કાંટાની  ફરિયાદ  કરે  છે?

હોય  છે  હંમેશાં ફૂલોની  સાથે  કાંટા,
લોકો  જ  ફૂલને  કાંટાથી  દૂર  કરે  છે.

અજાણતાં ફૂટી નીકળે ટશર લોહીની,
માનવો  જ  કાંટાને  બદનામ  કરે છે.

ફૂલને  ઉપયોગી  છે  કાંટા ઘણા,
માનવ  માત્ર  ફૂલ પસંદ  કરે  છે.

છે  એકમેકના  સુખદુ:ખના  સાથી,
સ્વાર્થ  માટે માનવ  અલગ  કરે છે.

પૂછી  જુઓ  ફૂલોને કાંટાનું  મહત્વ,
કહી ઉઠશે, એ જ મારું જતન કરે છે.

અજાણતાં કમને  ખરી પડે છે ફૂલો,
નહીં  તો  કાંટાને  ઘણો પ્રેમ કરે છે.

-ચંદન પરમાર(ગાંધીનગર)

(કવિશ્રીએ ફૂલ અને કાંટાના સંબંધની હદયસ્પર્શી વાત કરી છે.)

Advertisements

One Response to “પ્રેમ કરે છે”

  1. Ankita સપ્ટેમ્બર 3, 2010 at 6:41 પી એમ(pm) #

    અજાણતાં કમને ખરી પડે છે ફૂલો,
    નહીં તો કાંટાને ઘણો પ્રેમ કરે છે.
    It’s amazing poem.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: