Archive | મુક્તક RSS feed for this section

દિલમાં ડૂબજે – શેખાદમ આબુવાલા

19 Jul

જા    ભલે   અંધારઘેર્યા   આભમાં,

તેજની જ્યોતિ વિના આવીશ મા;

ડૂબવું   જો   હોય   દિલમાં    ડૂબજે,

પણ પછી મોતી વિના આવીશ મા.

-શેખાદમ આબુવાલા ['ચાંદની' માંથી]

શેખાદમ આબુવાલાના આ મુકતકમાં અંધકારમાંથી પ્રકાશ બહાર લાવી આપવાની વાત છે.મૃત્યુના અંધકાર પછી પણ જીવનનો પ્રકાશ છે જ. ડૂબવું હોય તો દિલમાં ડૂબકી મારી અંતસ્તલે રહેલાં મોતી વીણી લાવવાં જોઈએ.અત્યંત લાઘવથી કવિએ અંધારાંની ભીતર રહેલા ઉજાસની વાત અહીં કરી છે.

મુક્તક

5 Jun

રૂપના  શિકારીને  ખુદા   પણ  માફ નથી કરતો;

સાચો  પ્રેમી  જે  હોય  તે  ખુદાથી  નથી  ડરતો,

‘બદનામ’  મહોબ્બત  થાય  ના  એટલું  જો    જે,

નહીંતર પછી ઈન્સાન નથી જીવતો નથી મરતો.

Follow

Get every new post delivered to your Inbox.