વખાનો માર્યો નથી
વફાનો માર્યો ખરો !
જફાનો હાર્યો નથી
અદાનો માર્યો ખરો !
સર્વદા દર્શ માર્યો નથી
યદાકદા દર્શ પ્યાસો ખરો !
ઘટાનો માર્યો નથી
ઘટાએ ઘેરાયો ખરો !
સજાનો માર્યો નથી
મજાનો માર્યો ખરો !
- વિભાકર ધોળકીયા ‘રસિયા’ ,આદિપુર (કચ્છ)
– ‘આપણી અરસ પરસ’ મેગેઝીન માંથી સાભાર