ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,
ને જીવનથી ઘણો દૂર વહી ગયો,
તારા આદર્શોને તારા સિધ્ધાંતોને,
જૂઠો નેતા કેટલી સહજતાં થી કહી ગયો,
ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,
જોયાં છે માર્ગ પર મે સત્ય – અહિંસા,
ને તેની ઊપર ઓવરબ્રિજ થઈ ગયો,
ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,
‘ઈન્સાન’ તો ઈચ્છે છે ગાંધી નો સથવારો,
ને માણસોનો આદર્શ ગોડસે થઈ ગયો,
ગાંધી તું હવે ભાષણમાં જ રહી ગયો,
-રમેશ ચૌહાણ
