Archive | ચન્દ્રકાન્ત ટોપીવાળા RSS feed for this section

વાત હાથ બહાર

28 Oct

હું રામગિરિ ઊભો કરું છું
એની ઉપર
એક યક્ષને ઊભો કરું છું
અવશ્ય મેં એને શાપિત અને વિરહી રાખ્યો છે
યક્ષ ઊંભો છે ઉદાસ.
હવે હું અષાઢ બેસાડું છું
યક્ષની સામે એક કાળું ડિબાંગ વાદળ ધારું છું
હવે યક્ષ વ્યાકુળ થયો છે
હાથ ઊંચા કરે છે
સંદેશો કહે છે
ગર્જ્યા જે બોલ્યા વગર
જાણે કે સાંભળ્યું ન સાંભળ્યું કરી
પૂરી તુમાખીથી વાદળ ત્યાંથી પસાર થઈ જાય છે.
હવે વાત મારા હાથ બહાર છે.

- ચન્દ્રકાન્ત ટોપીવાળા  ( ‘પરબ’ માંથી)

Follow

Get every new post delivered to your Inbox.