સાંભળ , વન મોરલાના ટહૂકાર,
બંધ કર કકડાટ,તારો અવાજ ધીમો કર,
થોભ , સાંભળ મંદિરીયાનો શંખનાદ,
બેસ અહીં , તારો અવાજ ધીમો કર,
સાંભળ , ભમરાના ગીત ગુંજન,
ક્યાં જાય છે ? તારો અવાજ ધીમો કર,
જોઈલે ! મૃગજળમાં ઉછળતા મોજા,
નયન ખોલ, તારો અવાજ ધીમો કર,
લ્યો ! પ્રેમના ખજાના ખોલી નાખ્યા,
લૂંટીલે અંશને ,તારો અવાજ ધીમો કર.
-અંશ